ગૂજરાત વિદ્યાપીઠમાં પરંપરા અને પ્રણાલી મુજબ વર્ષોથી સવારની સમૂહ પ્રાર્થના બાદ શૈક્ષણિક વર્ગો શરૂ થતા હતા અને સાંજ સુધી ચાલતા હતા. પરંતુ જેમાં વિદ્યાર્થીઓ ભણવા સાથે કોઈ પણ અન્ય પ્રવૃત્તિ કે નોકરી કરી શકતા ન હતા .પરંતુ હવે ચાલુ શૈક્ષણિક વર્ષથી ગૂજરાત વિદ્યાપીઠ પ્રથમવાર બે પાળીમાં ચાલશે એટલે કે કેટલાક ડિપાર્ટમેન્ટ સવારની પાળીમાં અને કેટલાક ડિપાર્ટમેન્ટ બપોરની પાળીમાં ચાલશે. જેથી વિદ્યાર્થીઓને ફાયદો થશે.