અમદાવાદમાં કલગી ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા દિવ્યાંગ રત્ન એવોર્ડ સમારંભમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ વિશેષ જાહેરાત કરી હતી કે હવેથી દિવ્યાંગ વિદ્યાર્થીઓની ટ્યુશન ફી યુનિવર્સિટી ભોગવશે. દિવ્યાંગોના સન્માન અને તેમના ઉત્થાન માટે કુલપતિ હિમાશું પંડ્યાએ આ જાહેરાત કરી હતી. ગુજરાત યુનિવર્સિટીના તાબા હેઠળ આવતી દરેક કોલેજમાં આ નિયમ લાગું પડશે. દિવ્યાંગોને હવે ટ્યુશન ફી ભરવી નહીં પડે.