ગુજરાત યુનિવર્સિટીમાં નર્સિંગ તથા ફિઝિયોથેરાપીની ઉત્તરવહી કાંડના મુખ્ય બે આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓએ સ્ટ્રોંગ રૂમનાં પટ્ટાવાળાનો સંપર્ક કરીને આ કાંડ કરવાની શરૂઆત કરી હતી અને એક પેપર દીઠ વિદ્યાર્થી પાસેથી રૂપિયા 50,000 લેતા હતા.
ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા ઉત્તરવહીકાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવા વાડજમાં રહેતા સની ચૌધરી અને અમિત સિંઘ નામના બે આરોપીઓને ધરપકડ કરી છે.