કોરોના મહામારીના પગલે હાલ ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે, પરંતુ અમદાવાદની સ્થિતિ થોડી સુધરતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજે (સોમવારે) આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, 21 ઓગસ્ટથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઓફલાઇન પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ પસંદ કરી શકશે.
મહત્વનું છે કે, આ પહેલા ગુજરાત યુનિવર્સિટીએ સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો,એજ્યુકેશન વિદ્યા શાખાની UG-PGની વિવિધ પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરી હતી. જે મુજબ યુજી અને પીજી વિદ્યાશાખાની પરીક્ષાઓ બે તબક્કાઓમાં 21મી ઓગસ્ટ અને 31મી ઓગસ્ટથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. સવારે 10થી 12 અને બપોરે ત્રણથી પાંચ એમ બે તબક્કામાં પરીક્ષા યોજાવાની હતી. જોકે, હાલમાં પરિક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.