ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપ વચ્ચે સૌથી વધારે શૈક્ષિણક પર અસર જોવા મળી છે. જેમાં માર્ચ મહિનાથી શરૂ થયેલ કોરોના વાયરસના કારણે પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે આજે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લીધા વગર પરિણામ જાહેર કરી મૂલ્યાંકનના આધારે વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યાં છે.
કોરોનાના કહેરના કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લીધા વગર જ પરિણામ જાહેર કરાયાં છે. જેમાં મુલ્યાંકના આધારે વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે. આજે ગુજરાત યુનિવર્સિટીએ BCA,BBA,BSC સેમેસ્ટર 2 અને 4ના પરિણામ જાહેર કર્યા છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઉંચા પરિણામ સાથે વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જેમાં BCA સેમેસ્ટર-2નું 95.36 ટકા અને સેમેસ્ટર-4 નું 92.35 ટકા પરિણામ જાહેર કરાયું છે.
આ સાથે યુનિવર્સિટીએ BBA સેમેસ્ટર-2નું 90.31 ટકા અને સેમેસ્ટર 4નું 89.35 ટકા પરિણામ જાહેર કર્યું છે. BSC સેમેસ્ટર-2નું 88.30 અને સેમેસ્ટર-4નું 85.64 ટકા પરિણામ જાહેર કરાયું છે. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી પરિણામ જોઈ શકશે.