નોટબંધી સમગ્ર દેશમાંથી ઝડપવામાં આવેલી રૂપિયા 500 અને બે હજારની બનાવટી ચલણી નોટો સૌથી વધુ સંખ્યામાં ગુજરાતમાંથી ઝડપાઈ છે. જાન્યુઆરી 2017થી લઇને ફેબ્રુઆરી 2018ના સમયગાળા દરમ્યાન ગુજરાતમાંથી 2.31 કરોડની પાંચસો અને બે હજારની બનાવટી ચલણી નોટો સીઝ કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર દેશમાંથી 6.77 કરોડની આવી બનાવટી ચલણી નોટ ઝડપાઈ છે. ગુજરાત પછી ક્રમશઃ મિઝોરમ અને ઉત્તરપ્રદેશનો નંબર આવે છે.