જૂન મહિનાનું બીજું સપ્તાહ પણ પૂરું થતાં હવે વરસાદ ક્યારે આગમન કરશે તેની ઈંતેજારી વધી ગઇ છે. જોકે, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રને બાદ કરતા ગુજરાતને હજુ પણ વરસાદની રાહ જોવી પડશે. આગામી પાંચ દિવસ છૂટાછવાયા ઝાપટાની સંભાવના પણ ઓછી છે. અમદાવાદમાં ગરમીમાં ઘટાડો થયો હતો અને વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને બફારો વધશે.