Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૧ મે ૧૯૬૦ના દિવસે ગૌરવંત ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી. ગુજરાતની ધરતી પર મહાન પુરુષોઓ જન્મ લીધો છે.ક હાલના સમયમાં પણ ગુજરાતની વિશ્વ સ્તરે નવી ઓળખ ઉભી કરી છે. ગુજરાતી પ્રજાનું મનોબળ ખૂબ જ મજબૂત હોય છે. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે સર્વકાલીન ગુજરાતીઓ કોણ એવો પ્રશ્ન અચૂક રીતે થાય પણ આપણી ભાષાના મહાન લેખક ચન્દ્રકાંત બક્ષીએ મહાભારતથી લઈને 1947 સુધીના સર્વકાલીન 40 મહાન ગુજરાતીઓની રસ પડે તેવી સૂચી તૈયાર કરી છે. તેની પૂર્વભૂમિકા ચંદ્રકાંત બક્ષી આ શબ્દોમાં બાંધે છે કે, ગુજરાતી શબ્દના જન્મ પહેલાં આ ધરતીની એક ભૂગોળ હતી અને ગુજરાતી શબ્દના જન્મ પહેલાં આ પ્રજાનો એક ઇતિહાસ હતો. આ ધરતી અને આ પ્રજાએ કેવી પ્રતિભાઓને પ્રકટ કરી છે ? સૃષ્ટિના જન્મથી 1947 સુધી, ગુજરાત અને હિન્દુસ્તાન સ્વતંત્ર થયાં એ કટ-ઓફ વર્ષ કે છે દતિથિ સુધી, જો આપણે માત્ર 40 જ સર્વકાલીન, સમસામયિક મહાનતમ ગુજરાતીઓનાં નામોની સૂચિ બનાવવી હોય તો કયાં ચાળીસ નામો આવે ? અને મહાનતમ કે શ્રેષ્ઠતમ કે સર્વોત્તમ એટલે શું એ વિશે પણ સંપૂર્ણ મતાંતર રહેશે. એનો માપદંડ નથી. મારી પાસે એક જ કીર્તમાન છે : એ નામ જેણે ગુજરાત અને ગુજરાતી શબ્દને ગરિમા આપી છે ! સ્થળ અને કાળના કોઈક મિલનબિંદુ પર આ નામે એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એ નામો પર ગુજરાતનો હક છે, કારણ કે એમનો સંબંધ ગુજરાતીતા છે. મારી સમજના વ્યાપની મર્યાદા વિશે હું સંપૂર્ણ રીતે સભાન છું, મને ફક્ત એટલી જ ખબર છે કે પ્રથમ નામ શ્રીકૃષ્ણ છે, અને અંતિમ નામ મોહનદાસ કરમચંદ ગાંધીનું છે, અને એ બેની વચ્ચે મારે 38 અન્ય ગુજરાતી નામોની સૂચિ ગોઠવવાની છે. કોઈ પણ વ્યક્તિ પોતાના મૂડમિજાજ, રસરુચિ, મતિબુદ્ધિ પ્રમાણે જ સર્વકાલિન મહાન નામો પસંદ કરવાનું સાહસ કરી શકે છે. આપણે ગાંધીજી પાસે અટકવાનું છે, કારણ કે હું સરદાર વલ્લભભાઈ પટેલ, મહમ્મદ અલી જિન્નાહ કે કનૈયાલાલ મુનશી જેવાં ઘણાં નામોને મહાન ગુજરાતીઓની સૂચિઓમાં મુકી શકું છું પણ 1947ની લક્ષ્મણરેખા મેં સ્વીકારી છે.” (‘અસ્મિતા ગુજરાતની’, પ્રકરણ-3, પૃ.16)

ચંદ્રકાંત બક્ષીની દૃષ્ટિએ મહાભારતથી લઈને ઈ.સ 1947 સુધીના 40 સર્વકાલીન  મહાન ગુજરાતીઓના નામો છે :

  1. શ્રીકૃષ્ણ: એવું મનાય છે કે ઈ.સ.પૂર્વે 3101માં મહાભારતનું યુદ્ધ થયું ત્યારે શ્રીકૃષ્ણ 84 વર્ષના હતા. એમણે 24 વર્ષે મથુરા છોડ્યું અને દ્વારકામાં સ્થિર થયા. એવું મનાય છે કે 119 કે 125 વર્ષે એમનો દેહાંત થયો. શ્રીકૃષ્ણ પ્રથમ ગુજરાતી હતા.
    (2) અને (3) ભૃગુ અને વસિષ્ઠ: આ બે ઋષિઓનાં તપોવનો ગુજરાતમાં હતાં. કવિ ન્હાનાલાલના ગુજરાતકાવ્યમાંથી : આર્યનું સાગરતીર્થ પુરાણ/ તપોવન ભૃગુ વસિષ્ઠના ભાણ/ ગીતાના ગાનાર મહારાજ/ પાર્થના સારથિના જ્યહાં રાજ્ય !
    (4) સુકન્યા: પ્રથમ ગુજરાતી સ્ત્રી. ભગવાન મનુના પુત્ર શર્યાતિની પુત્રી સુકન્યા.
    (5) ચ્યવન ઋષિ: યુવા સુકન્યા વૃદ્ધ ચ્યવન ઋષિને પરણાવવામાં આવી હતી, જેમને ચિરયુવાનીનો આશીર્વાદ હતો. આજે આયુર્વેદિક ઔષધિ ચ્યવનપ્રાશને આપણે ઓળખીએ છીએ.
    (6) સત્યભામા: શ્રીકૃષ્ણની બીજી પત્ની, સત્રાજિતની પુત્રી.
    (7) સુભદ્રા: શ્રીકૃષ્ણની બહેન, અર્જુનની પત્ની.
    (8) ઊષા અને ઓખા: શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની પત્ની. એ નર્તકી હતી. એવું મનાય છે કે ગુજરાતી ગરબાનૃત્યપ્રણાલી ઊષા અથવા ઓખાએ શરુ કરી હતી.
    (9) નેમિનાથ: જૈનોના 22મા તીર્થકર. એ શ્રીકૃષ્ણના માતામહ ઉગ્રસેનની પુત્રી રાજીમતિને પરણ્યા હતા. પછી ગિરનાર પર્વત પર એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું.
    (10) માઘ: સંસ્કૃત કવિ. એમનું નાટક શીશુપાલવધસંસ્કૃતની મહાકૃતિઓમાં સ્થાન પામે છે.
    (11) ભિક્ષુ ધર્મગુપ્ત: લાટ પ્રદેશના ગુજરાતી. 25મે વર્ષે ભિક્ષુ થયા. તુખાર, બદક્ષાન, કારગર, ચીની, તુર્કસ્તાન, તુર્ફાન, ચાંગ પ્રદેશોમાં જીવનભર ભ્રમણ કરીને, ચીની ભાષાનો અભ્યાસ કરીને, સંસ્કૃતમાંથી ચીનીમાં અનુવાદો કર્યા. ચીનમાં 29 વર્ષ રહીને આ ગુજરાતી બૌદ્ધ ભિક્ષુ ધર્મગુપ્ત સન 617 કે 619માં ચીનના લોયોક નગરમાં અવસાન પામ્યા.
    (12) વાત્સ્યાયન: કામસૂત્રના અમર સર્જક દક્ષિણ ગુજરાતના હતા.
    (13) સિધ્ધરાજ જયસિંહ: ઉત્તર ગુજરાતના પાલનપુરમાં જન્મેલા, સાહિત્યમાં સજીવ થઈ ગયેલાં ગુજરાતના રાજવી જયસિંહદેવ સિધ્ધરાજ.
    (14) કુમારપાળ: ગુજરાતના યશસ્વી જૈન રાજા.
    (15) હેમચંદ્રાચાર્ય: પ્રકાંડ જૈન વિદ્વાન, જેમને કલિકાલસર્વજ્ઞનું બિરુદ લગાવવામાં આવે છે. 84 વર્ષે એ પાટણમાં કાલધર્મ પામ્યા હતા.
    (16) મીરાંબાઈ: હિન્દુસ્તાની ભક્તિયુગની શ્રેષ્ઠ કવયિત્રી, જે રાજસ્થાન છોડીને ગુજરાતમાં સ્થિર થઈ હતી.
    (17) નરસિંહ મહેતા: વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે ! ગુજરાતી ભાષાના પ્રથમ કવિ (જૈનો માને છે કે નરસિંહ મહેતાના પહેલાં ઘણા જૈન ગુજરાતી કવિઓ થઈ ગયા છે.) એ ભાવનગર પાસેના તળાજાના હતા.
    (18) જેશિંગભાઈ: અમદાવાદના જેશિંગભાઈએ વિચિત્ર વીણા વાદ્યનું સર્જન કર્યું હતું.
    (19) બૈજુ બાવરા: ચાંપાનેરનો બૈજુ બાવરા સંગીતકાર તાનસેનનો સમકાલીન હતો, દીપક રાગ ગાતાં પાગલ થઈ ગયો હતો.
    (20) તાનારીરી: તાના અને રીરી બે બહેનો હતી, અથવા એક જ સ્ત્રી હતી. પાગલ બૈજુ બાવરાને મલ્હાર રાગ ગાઈને ફરીથી સ્વસ્થ કર્યો હતો, તાનારીરી વડનગરની હતી.
    (21) દાદુ દયાલ: ધુનિયાં જાતિના દાદુ દયાલ અમદાવાદમાં જન્મ્યા હતા અને એમનો દેહાંત રાજસ્થાનના નરાણા ગામમાં થયો હતો. ભક્તિયુગના પ્રમુખ કવિ.
    (22) રાણકદેવી: ગુજરાતના ઈતિહાસનું રોમાંચક પ્રિય પાત્ર, જૂનાગઢના રાખેંગારની રાણી, જેના બે પુત્રોને એની સામે કતલ કરવામાં આવ્યા હતા. સિદ્ધરાજ રાણકને બંદી કરીને પાટણ લઈ જઈ રહ્યો હતો, પણ સુરેન્દ્રનગર પાસે ભોગાવો નદીને કિનારે રાણકદેવી સતી થઈ ગઈ હતી.
    (23) મુંજાલ મહેતા: ગુજરાતના ઈતિહાસ અને નવલકથાઓના કલ્પનાવિશ્વના મહાઅમાત્ય ગુજરાતનો નાથકૃતિમાં અમર થઈ ગયા છે. ચાણક્યનીતિ માટે સુખ્યાત રાજનીતિજ્ઞ.
    (24) લલ્લુજીલાલ: હિન્દી સાહિત્યનો આરંભ કરનાર પ્રથમ લેખક, એ ગુજરાતી ઐદિચ્ય બ્રાહ્મણ હતા. હિન્દી ગદ્ય પિતાલલ્લુજીલાલ 1764માં આગ્રામાં જન્મ્યા, 1826માં અવસાન પામ્યા, મૂળ આગ્રાના હતા અને કલકત્તાની ફોર્ટ વિલિયમ કોલેજમાં નોકરી કરતા હતા.
    (25) વલી ગુજરાતી: ઉર્દૂ સાહિત્યનો પ્રારંભ વલીથી થયો છે, જે અમદાવાદના ગુજરાતી હતા (વલી પહેલાં શુજાઉદ્દીન નામના ગુજરાતી કવિનો ઉલ્લેખ મળે છે.) વલીને બાબા-એ-રેખ્તાકહેતા હતા. હિજરી 1118માં વલીનું અમદાવાદમાં અવસાન થયું હતું અને અમદાવાદમાં જ એ દફન થયા છે.
    (26) સ્વામી સહજાનંદ: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદનો જન્મ 1781માં, દેહોત્સર્ગ 1830માં, આયુષ્ય 49 વર્ષનું, ધર્મધુરા 1802માં માત્ર 21મે વર્ષે સંભાળી. આજે એ ભગવાન શ્રી સ્વામિનારાયણના પર્યાયવાચી બની ગયા છે.
    (27) કાનજી માલમ: કચ્છી સાગરખેડુ, જેમણે વાસ્કો ડાગામાનાં વહાણોને મોન્સુની પવનોથી બચાવીને દક્ષિણ-પૂર્વ આફિક્રાથી ભારતવર્ષના સાગરતટોનો સમુદ્રીમાર્ગ બતાવ્યો, અને એ વહાણોને પાયલટ કર્યા.
    (28) દયાનંદ સરસ્વતી: આર્યસમાજના સ્થાપક, પ્રખર હિન્દુ પુરસ્કર્તા, મૂળ મોરબીના ટંકારામાં જન્મ, અને એ સમયે નામ મુન્શીરામ. અંતે એક મહારાજાની મુસ્લિમ રખાતે દૂધમાં કાચનો ભૂકો નખાવીને દગાબાજીથી હત્યા કરી હતી. હિન્દુ ધર્મના સર્વકાલીન મહાપુરુષ.
    (29) રુપજી ધનજી: 1692માં કાઠિયાવાડના દીવ બંદરથી નીકળીને મુંબઈના ટાપુ પર ઊતરનાર પ્રથમ ગુજરાતી.
    (30) નર્મદ: ગુજરાતી ભાષાના વિપ્લવી કવિ-સુધારક, જે અર્વાચીનોમાં આદ્ય અને આદ્યોમાં અર્વાચીન ગણાય છે.
    (31) ગોર્વધનરામ ત્રિપાઠી: સરસ્વતીચંદ્રકના સર્જક, ગુજરાતીના નવલકથાકારોના પિતામહ.
    (32) પ્રેમચંદ રાયચંદ: સુરતના જૈન શાહ સૌદાગર અને ગઈ સદીના સટ્ટાબજારના સમ્રાટ, જેમણે મુંબઈનો રાજબાઈ ટાવર બંધાવ્યો. મુંબઈ મહાનગરના પૂરા રેક્લેમેશન પાછળ પ્રેમચંદ રાયચંદની દૃષ્ટિ અને સખાવતો છે.
    (33) શ્યામજી કૃષ્ણવર્મા: હિન્દુસ્તાનના ક્રાંતિકારોના આદિ પુરુષ અને પ્રેરણાસ્ત્રોત, શ્યામજી કૃષ્ણવર્મા કચ્છના ભણસાળી પરિવારમાં જન્મ્યા હતા અને સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં અવસાન પામ્યા હતા.
    (34) રણજી: જામ રણજિતસિંહ ઓફ નવાનગર ક્રિકેટના બેતાજ નહીં પણ તાજદાર બાદશાહ.
    (35) સયાજીરાવ ગાયકવાડ: ગુજરાતીની બુદ્ધિમત્તાને ધારદાર કરનાર વડોદરાનરેશ, જેમનું આપણા ઉપર અસીમ ઋણ છે.
    (36) શ્રીમદ્ રાજચંદ્ર : 33મે વર્ષે જીવન સમાપ્ત કરનાર જૈન ધર્મધુરંધર, અને ગાંધીજીના ગુરુઓમાંના એક. આધુનિક યુગમાં શ્રીમદ્ કક્ષાના જૈન ચિંતકો રહ્યાં નથી.
    (37) પંડિત સુખલાલજી : લગભગ જીવનભર અંધ રહેલા પ્રજ્ઞાચક્ષુ સુખલાલજી જૈન વિદ્વત્પરંપરાના અંતિમ ધ્રુવતારક હતા.
    (38) કવિ ન્હાનાલાલ : ગુજરાતે જીવનભર અન્યાય કર્યો, અને એમણે ગુજરાતને જીવનભર પ્રેમ કર્યો, આપણી પ્રજાકીય ટ્રેજેડીના પ્રતિઘોષરુપ કવિ ન્હાનાલાલ મહાકવિ દલપતરામના યશસ્વી ચોથા પુત્ર હતા. એ 79 વર્ષ જીવ્યા(1877-1946), 45 વર્ષો સુધી લખ્યું.
    (39) જમશેદજી નસરવાનજી ટાટા : ટાટા ઉદ્યોગોના પિતા.
    (40) મોહનદાસ કરમચંદ ગાંધી : મોહનદાસ કરમચંદ ગાંધી.

આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે, ત્યારે ઉમાશંકર જોષીના શબ્દોમાં ફેરફાર કરીને એમ કહી શકું કે, હું ગુજરાતી ભાષાનો ક,, , ઘ....જ્ઞ  બોલતો ભારતીય નાગરિક છું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ