સોમવારથી એટલે કે આજથી ધોરણ 9 અને 11મા ધોરણની શાળાઓ ખુલશે. શહેરની સ્કૂલોએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સ્કૂલ સંગઠનના જણાવ્યા અનુસાર સ્કૂલોમાં જવા માટે ધોરણ 9ના 90 ટકા ને ધોરણ 11 ના 50 ટકા વિદ્યાર્થીઓના સહમતિ પત્ર મળી ગયા છે. ત્યારે જોવાનું એ છે કે આજે પહેલાં દિવસે કેટલા વિદ્યાર્થીઓ સ્કૂલ આવે છે. કોરોનાની મહામારીને પગલે 22, ફેબ્રુઆરી-2020થી શાળાઓ બંધ કરાઈ હતી. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 11 જાન્યુઆરીથી ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવી હતી. તેના 21 દિવસ બાદ આજથી ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવી છે. શાળાઓએ સરકારની તમામ ગાઈડલાઈન ( guideline ) નું પાલન કરવું ફરજિયાત રહેશે. અગાઉની SOP અને સૂચનોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.