વર્ષ 2025 ના પહેલા જ દિવસે બનાસકાંઠા જિલ્લાને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યને વધુ એક જિલ્લો મળવા જઇ રહ્યો છે. જીહા, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન જલ્દી જ થાય તેવું સૂત્રો તરફથી સામે આવ્યું છે. કેબિનેટની બેઠકમાં બનાસકાંઠાના વિભાજન અંગે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જોકે, આની આખરી જાહેરાત મુખ્યમંત્રી કક્ષાએ થશે.