આખરે ગુજરાત સરકારની માલિકીની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશને ઓડિટ ડોકયુમેન્ટમાં કબૂલ્યું હતું કે તેને રૂ. ૧૪,૯૨૩ કરોડની ખોટ ગઈ છે. GSPCની કેજી બેઝિન ઓપરેશનનો ૯૦ ટકા હિસ્સો ONGCને વેચી દીધા બાદ મળેલા રૂ. ૮૦૦૦ કરોડના ફંડનો પણ તેમાં સમાવેશ થતો હોવાનો સ્વીકાર થયો છે. વર્તમાન સમયે GSPCએ હવે બેન્કો અને ફાયનાન્શર્સને રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુ રકમ ચૂકવવી પડશે.