Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતની લોક અદાલતના ઇતિહાસ નું સર્વ શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે. નવા વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું સમગ્ર રાજ્યમાં યોજાયું હતું. આ લોક અદાલતનો લાભ મહતમ પક્ષકારો લઈ શકે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. લોક અદાલતમાં, પેન્ડિંગ મોટર અકસ્માતના વળતરને લગતા દાવાઓનો સમાધાન કરી વલણથી નિકાલ કરાયો છે. દિવાની દાવાઓ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ચેક પરતને લગતી ફોજદારી તકરારો, માત્ર દંડની શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનને લગતી તકરારો તથા ઔધ્યોગિક તકરારો અંગેના કેસો પણ મુકાયા હતા. 13,02,486 જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા. જે પૈકી 703517 કેસોનો સુખદ નિવેડો આવ્યો છે. આશરે રૂપિયા 2743  કરોડના એવોર્ડ મુકરર કરાયા હતા. કુલ 437797પ્રિ-લિટીગેશન કેસોમાં પણ લોક અદાલત થકી સમાધાન થવા પામ્યું છે. જેમાં રૂપિયા 75.39 કરોડના એવોર્ડ મુકરર કરાયા છે. ઇ-ચલણના કુલ 380789 કેસો પૂરા થયા છે. જેમાં રૂપિયા 18.80 કરોડ વસૂલી કરાઈ હતી. દાંપત્ય જીવનને લગતી 2761 તકરારોનો પણ લોક અદાલતથી અંત આવ્યો. ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવના માર્ગદર્શન માં લોક અદાલતનું થયું હતું આયોજન.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ