Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડોદરાઃ ૨૮ મે ૨૦૨૩ઃ સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ઇનડોર સ્ટેડિયમમાં ચાલતી ફૂટસાલ ટુર્નામેન્ટમાં રવિવારે રાઇઝિંગ સન અને એ.આર.એ. વચ્ચેની મેચમાં એ.આર.એ. ૮ વિરુદ્ધ ૩ ગોલથી વિજેતા નીવડી હતી. એ.આર.એ. ફૂટબોલ ક્લબે પ્રથમ હાફમાં ૬ ગોલ અને બીજા હાફમાં બે ગોલ કર્યા. સામે રાઇઝિંગ સન બીજા હાફમાં થોડો મુકાબલો કરીને માત્ર ૩ ગોલ કરી શકી. 

રવિવારની બીજી મેચ બરોડા ફૂટબોલ એકેડેમી અને પાલનપુરની ગેલેક્સિયન ટીમ વચ્ચે રમાઇ. મેચ ખૂબ જ એક તરફી રહી અને બરોડા ૨૦ વિરુદ્ધ શૂન્ય ગોલથી જીતી ગઇ. રવિવારે અમદાવાદની જગરનોટ અને ગાંધીનગરની સૂર્યવંશી ફૂટબોલ ક્લબની ટીમો સામસામે ટકરાઇ. જગરનોટ ક્લબે 
૮ વિરુદ્ધ ૨ ગોલથી સૂર્યવંશીને હરાવી.

અત્રે સમા ઇનડોર સ્ટેડિયમમાં શરૂ થયેલી જી.એસ.એફ.એ.ની ગુજરાત સ્ટેટ ફૂટસાલ ગર્લ્સ ચેમ્પિયનશીપમની પહેલી મેચ 26 મે શુક્રવાર સાંજે રમાઈ. તેમાં શાર્પશૂટર ફૂટબોલ ક્લબ, અમદાવાદે ચાર વિરુદ્ધ શૂન્ય ગોલથી વાપી ફૂટબોલ ક્લબ સામે વિજય મેળવ્યો. મહિલા વર્ગની બીજી મેચ એ.આર.એ. ફૂટબોલ ક્લબ અમદાવાદ અને પાલનપુરની ગેલેક્સિયન ફૂટબોલ એકેડેમી વચ્ચે રમાઈ. તે મેચ એ.આર.એ. ક્લબે ત્રણ વિરુદૂધ બે ગોલથી જીતી લીધી.  રવિવારે એ.આર.એ. ફૂટબોલ ક્લબે એક અન્ય મેચમાં શાર્પ શૂટર ફૂટબોલ ક્લબને ૨ વિરુદ્ધ શૂન્ય ગોલથી હરાવી.

શુક્રવારે પુરૂષ વર્ગની પ્રથમ મેચમાં પાલનપુરની લક્ષ્ય ફૂટબોલ એકેડેમીનો વડોદરાની પારૂલ ફૂટબોલ ક્લબ સામે કારમો પરાજય થયો. પારૂલની ટીમે પ્રથમ હાફમાં આડત્રીસ અને બીજા હાફમાં અઢાર એમ છપ્પન ગોલ કર્યા.એટલું જ નહિ, લક્ષ્યની ટીમને એકેય ગોલ ન કરવા દીધો. 26 મે શુક્રવારની પુરૂષ વર્ગની એક મેચ રાઇઝિંગ સન ફૂટબોલ ક્લબ અને શાહીબાગ ફૂટબોલ ક્લબ અમદાવાદ વચ્ચે રમાઇ જે રસાકસી ભરેલી રહી. બન્ને ટીમોએ પ્રથમ હાફમાં એક એક ગોલ કરીને રમતને જીવંત રાખી. જો કે સેકન્ડ હાફમાં રાઇઝિંગ સનને વધુ એક ગોલ મળતાં તેનો બે વિરુદ્ધ એક ગોલથી વિજય થયો. શુક્રવારના દિવસની એક અન્ય મેચ ધરખમ એ.આર.એ. ફૂટબોલ ક્લબ અમદાવાદ અને પાલનપુરની ગેલેક્સિયન ફૂટબોલ એકેડેમી વચ્ચેની મેચ એ.આર.એ. ક્લબે બત્રીસ વિરુદૂધ શૂન્ય ગોલથી જીતી લીધી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ