ગુજરાત રાજ્ય અન્ન આયોગનો મુખ્યમંત્રી વિજય રુપાણીએ આરંભ કર્યો. ગાંધીનગરના ટાઉનહોલમાં ઉદઘાટન પ્રસંગે રુપાણીએ કહ્યું કે અન્ન પુરવઠાના વિતરણમાં ક્યાંક ગેરરીતિ દેખાય તો નાગરિકો આયોગને સીધી ફરિયાદ કરી શકશે. તે માટે 1800-233-5500 અને 1800-233-0222 ટોલ ફ્રી નંબર છે. નાગરિકોને પુરતુ અનાજ મળી રહે તે માટે આ આયોગ કામ કરશે. હાલ રાજ્યમાં 17,250 પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારથી અનાજનો પુરવઠો પહોંચે છે.