ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું છે. ત્યારે મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ સહિત તમામ મંત્રીઓ આજે અયોધ્યા જવા રવાના થયા છે. અયોધ્યમાં રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ પ્રથમ વખત રામલલાના દર્શન કરશે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ ભાજપના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને ઉપદંડક સહિતના પદાધિકારીઓ આજે અયોધ્યા જવા રવાના થયા હતા. આજે સવારે અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા રવાના થયા હતા. ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ રામ મંદિરમા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રથમ વખત અયોધ્યા જશે અને પ્રભુ રામના દર્શન કરશે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મંત્રીમંડળ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા બાદ લખનઉ જશે.