ગુજરાતમાં દિવાળીના તહેવાર સમયે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે GSRTC દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. જેથી એસટી નિગમને કોરોડોની આવક થઈ છે.
ગુજરાતમાં દિવાળીના તહેવાર પર એસટીની બસોમાં ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો પોતાના વતન ગયા હતા. જો કે એસ.ટી નિગમને મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે ડિવિઝન મુજબ બે હજાર જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી. જેથી એસ.ટી નિગમને દિવાળીનો તહેવાર ફળ્યો હતો અને રુપિયા 48.13 કરોડની આવક થઈ હતી.