ગુજરાતના જાણીતા સિનિયર પત્રકાર અને હિન્દુસ્થાન સમાચાર નામની ન્યૂઝ એજન્સીના સંચાલક શ્રી ભૂપતભાઇ પારેખનું આજે નિધન થયું હતું. તેમની અંતિમયાત્રા આજે 18મીએ સાંજે તેમના નિવાસસ્થાનેથી નિકળશે.
ગુજરાતના પત્રકારત્વક્ષેત્રે આગવી નામના ધરાવનાર અને પત્રકારઆલમમાં પારેખસાહેબના નામથી ઓળખાતા શ્રી ભૂપતભાઇ પારેખનું ટુંકી બિમારી બાદ આજે નિધન થયું હતું. કટોકટી કાળમાં હિન્દુસ્તાન સમાચાર નામની ન્યૂઝ એજન્સીને પણ પ્રિસેન્સરશીપનો સામનો કરવો પડ્યો હતો. અને એજન્સી બંધ કરી દેવામાં આવી હતી. જેની હેડ ઓફિસ દિલ્હી ખાતે હતી. જો કે ભૂપતભાઇએ ગુજરાતમાં કેટલાક દૈનિકોના માલિકો અને તંત્રીઓ તથા અન્ય સાથી પત્રકારોની સાથે ચર્ચા વિચારણા અને માર્ગદર્શન મેળવીને ગુજરાતમાં હિન્દુસ્થાન સમાચાર નામથી અલગ એજન્સી શરૂ કરી હતી. તેમણે ધીમી પણ મક્કમ ગતિએ એજન્સીને સફળ બનાવી હતી અને ગુજરાતમાં સંખ્યાબંધ નાના મોટા દૈનિકો તેમની સેવા લેતા હતા.
ભૂપતભાઇ પારેખ એક એવું નામ હતું કે ગુજરાતમાં કે દિલ્હીમાં કોઇ એવા રાજકારણી કે વડાપ્રધાન કે મુખ્યમંત્રી નહીં હોય કે જેઓ પારેખસાહેબને ઓળખતાં નહીં હોય. તેમણે કોઇની પણ શેહ શરમ રાખ્યા વગર લોકશાહીની ચોથી જાગીરનો દિવડો પ્રજ્જવલિત રાખ્યો હતો. તેમના પત્રકાર તરીકેના વ્યવસાયી સંબંધો તત્કાલિન પીએમ ઇન્દિરા ગાંધી, ડો. મનમોહનસિંહ, આઇકે ગુજરાલ, અટલબિહારી વાજપેયી અને વર્તમાન પીએમ નરેન્દ્રભાઇ મોદી સાથે ઉપરાંત શંકરસિંહ વાઘેલા તેમજ અન્ય નેતાઓમાં અમિતભાઇ શાહ સહિત ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓની સાથે રહ્યાં છે. રાજકીય નેતાઓમાં તેમનું નામ માનપૂર્વક લેવાતું હતું. અનેક રાજનેતાઓ અને પત્રકારો-તંત્રીઓ વગેરેએ તેમના નિધન પ્રત્યે ભારે શોકની લાગણી દર્શાવી છે. જીએનએસ પણ સ્વ. પારેખસાહેબને ભાવભીની શોકાંજલિ અર્પે છે.
courtesy : GNS