ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું આજે ગુરુવારે પરિણામ જાહેર થયું છે. જેમાં છેલ્લા પાચ વર્ષથી ચૂંટણીમાં જીત મેળવતા પ્રિયવદન કોરાટની હાર થઈ છે, જ્યારે શાળા સંચાલક મંડળની બેઠક પરથી જે.વી. પટેલે જીત હાંસલ કરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી 7 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવી હતી. આ પછી 24 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી થઈ હતી.