ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા BISAGના સહયોગથી ધોરણ-9 થી 12ના મુખ્ય વિષયોના શૈક્ષણિક કાર્યક્રમો રાજ્યના તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરાયો છે. જે BISAG મારફતે 'વંદે ગુજરાત' ચેનલ નં.9 થી 12 પર પ્રસારિત થાય છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ You Tube ચેનલ પરથી પણ અભ્યાસ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના માસ પ્રોમોશનના નિર્ણય અનુસાર ધોરણ - 8ના વિદ્યાર્થીઓ ધોરણ-9માં, ધોરણ-9ના વિદ્યાર્થીઓ ધોરણ-10માં અને ધોરણ -11ના વિદ્યાર્થીઓ ધોરણ -12માં પ્રવેશ મેળવેલ છે.જેથી તેઓ નવા ધોરણનો ઘરે બેઠા અભ્યાસ કરી શકે તે માટે બોર્ડની You Tube ચેનલ (GSHSEB )માં જઈને મુખ્ય વિષયોમાં પ્રકરણવાર એપિસોડમાં અભિવ્યક્ત કરવામાં આવેલ વિષય વસ્તુનો અભ્યાસ કરી શકશે અને વારંવાર મહાવરો કરી શકશે .