ઉજાલા યોજના હેઠળ ગુજરાત 3 કરોડથી વધુ બલ્બના વેચાણ સાથે દેશમાં પહેલા નંબરે રહ્યું છે, તેવો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કર્યો. રૂપાણીએ કહ્યું કે LEDના વપરાશના કારણે રાજ્યએ 1200 કરોડ રુપિયાથી વધારે રકમની બચત કરી છે. આણંદમાં ખેડૂત સંમેલનને સંબોધતા મુખ્યમંત્રીએ વધુને વધુ લોકોને આ યોજનાનો લાભ લેવા અપીલ કરી. રૂપાણીએ લોકોને વીજબચત કરતાં પંખા, ટ્યૂબલાઈટની ખરીદીનો પણ અનુરોધ કર્યો.