રસાનંદમય જીવન જીવતા પ્રત્યેક માનવ માટે કલાકૃતિની પ્રત્યક્ષતા પર્વ જ કહેવાય .પંચાંગના પર્વ કરતા તેનું મહાત્મ્ય નિઃશંક નિરાળું હોવાનું.. માનવચેતના સૌંદર્યપરક સૃજનથી સંસાર વધારે સોહામણો,રસમય અને અર્થસભર બન્યો છે. વિશ્વનાં અનેક રહસ્યો અને નિગૂઢ તથ્યો કલાકૃતિ દ્વારા રૂપાંતરિત થઈ રમણીયતા ઘરે છે ..રસમય બ્રહ્મનો વિલાસ જે દિવસ કલાના કોઇપણ રૂપે અવતરે રસિકજન માટે બ્રહ્માનંદનો સ્વાદ બની રહે... કલાસંપદા કલાસૌંદર્યના વિવિધ આયામને વિશદ રૂપે વ્યક્ત કરતું અનોખુ શબ્દ પર્વ છે.. કલાની સંપદા તો અમાપ , અસીમ છે એ વિધિધા વિશિષ્ટતાને ગુજરાતીમાં અવતારવી હતી... કલાકારોને એ બધું વધુ સુલભ બને એ માટે અનેક વિષયો લઈને ગ્રંથ પ્રકાશિત કરવાનો આશય હતો... એક નોંધનીય બાબત એ પણ છે કે ગુજરાતમાં કલાવિવેચન કરનારા ..કલા વિશે લખનાર કલાસમીક્ષકો ખૂબ ઓછા છે તો કલા માટે લખતા કરીને નવી પેઢીને તૈયાર કરવી, પ્રોત્સાહિત કરીને આ પ્રકારની આખી શ્રેણી તૈયાર કરવી અને એ માટે લખવા પ્રેરે એવા ઘણા લોકોને સજ્જ કરવા ના શુભ ભાવથી અનેક નવોદિતોને આ કલાગ્રંથમાં સ્થાન આપ્યું છે ....કલા અને સંસ્કૃતિ માનવ જીવનની યાત્રા ના પદ ચિન્હ છે. ગુજરાતમાં માનવ્યની ,સૌંદર્ય ઉપાસનાની ગતિશીલતાથી રળિયાત રહ્યું છે. એ ગતી એ યાત્રા સિદ્ધિ આપણા સમયમાં મંદપ્રાણ થાય તો આપણને લાંછન લાગે ...આ કલાગ્રંથ દ્વારા કલા સૌંદર્યનો પ્રસાદ ધરવાની સાથે સાથે એક આહવાન એ પણ છે કે કલા માટે કશુંક નક્કર કાર્ય કરવા માટે યુવા ગણ કટિબદ્ધ બને, જે કલાના મૂળભૂત અંગોનો અંગીકાર કરે, કલાપ્રસાર માટે યોગદાન આપે, પરંપરિત વારસાની જાળવણી કરે, નાશ પામતા વૈભવનું દસ્તાવેજીકરણ કરે ..કલાને આત્મસાત કરી અનેક વિષય પર લેખનકાર્ય કરી સતત પ્રકાશિત કરે ...કલા પરત્ત્વેની આ સમજ અને જાગૃતિ માટે "કલાસંપદા"નો આ કલાગ્રંથ એક જાહેર આમંત્રણ સમાન છે ...ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક અને કલા સમીક્ષક નિસર્ગ આહિરે ખૂબ જહેમત ઉઠાવીને કલાગ્રંથ ભાગ= 32 "કલાસંપદા"નું 338 પેજનું મજબૂત દસ્તાવેજીકરણ તૈયાર કરીને ગુજરાતના કલાજગત ની ખૂબ મોટી સેવા કરી છે ત્યારે સાચા અર્થમાં અભિનંદનના અધિકારી બન્યા છે + કલા નું સ્વરૂપ: થોડા પાયાના ખ્યાલો + હિન્દી ચિત્રકલા નું સ્વરૂપ + ભારતનું મૂર્તિવિધાન: ઉદ્ભવ અને વિકાસ + ભારતીય કલાવિચાર: વિહંગાવલોકન + ચિત્રમીમાંસા + ચિત્રકલાની શ્રેષ્ઠતા + કલાના પ્રકારો + સંસ્કૃત સાહિત્ય અને ૬૪ કલાઓ+ કલા અને સૌંદર્યબોધ + ભારતીયકળાના મૂળતત્વ + ચિત્રકલા: ગુજરાતી સંપ્રદાય + મધ્યકાલીન મારુ ગુર્જર ચિત્રકલાના પ્રાચીન પ્રમાણ +ગુજરાતની જાલ સમૃદ્ધિ + સૌરાષ્ટ્રના મધ્યકાલિન શિલ્પો+ ગુજરાતમાં ચિત્રકલાના વહેણ +વાસ્તવિક ચિત્રકળા: સત્યનીનજીક + સ્થાપત્યકલા: એક વિહંગાવલોકન + પાવન કલાધારી પિછવાઈ + રાગમાલા લઘુચિત્રો :સંગીતના દ્રશ્યરૂપો + ડોકરા શિલ્પકલા+ ગુજરાતની ભાતીગળ કાષ્ટકલાનું વિહંગાવલોકન + કચ્છની શિલ્પસ્થાપત્યની સંપદા+ ભારતીય મૂર્તિવિધાન: પ્રણાલી અને પ્રાપ્તિ + ભારતીય લઘુચિત્રોની સમૃદ્ધ પરંપરા+ યક્ષદંપતી+ સ્ત્રીસૌંદર્ય નું શિલ્પાંકન જેવા ગહન વિષયો ઉપર ખૂબ મજબૂત ચિંતન થયું છે ...ગુજરાતરાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી સાહેબે કલાપ્રતિષ્ઠાન ને અભિનંદન આપીને "ગુજરાતની અસ્મિતાનો રખેવાળ" બિરુદ આપીને પ્રસન્નતા વ્યક્ત કરી છે . ગુજરાતના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર, સંશોધક અને કટાર લેખક ડો. પ્રદ્યુમન ખાચરે જણાવ્યું છે કે "ભારતીય કલા સંસ્કૃતિ ને જાળવવાનું ,સંવર્ધન કરવાનું કાર્ય કોઈ કરી રહ્યું છે તેવુ જાણીને મારા જીવને ટાઢક વળે છે તેમ જણાવીને કલા પ્રતિષ્ઠાનને સંસ્કૃતિ રક્ષક ગણાવીને અભિનંદન પાઠવ્યા છે.. ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક અને એડિશનલ કલેક્ટર- કેશોદ ,જુનાગઢ.. રેખાબા સરવૈયા એ નોંધ્યું છે કે "આપણા સૌની આવતીકાલ સંસ્કાર, સંસ્કૃતિ અને સૌંદર્યથી મંડિત બનવા જઈ રહી છે એ ભારતીય કલાસંસ્કૃતિ માટે ગૌરવપૂર્ણ ઘટના બની છે "તેમ જણાવીને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે આવનારા સમયમાં અમદાવાદ ગુજરાત વિશ્વકોશમાં આ કલાગ્રંથનું ભવ્ય લોકાર્પણ કરીને એક હજાર જેટલા કલા સાધકોને મહાપ્રસાદ ના ઉમદા ભાવથી અર્પણ કરવામાં આવશે