મુળ જુનાગઢના અને પછી અમદાવાદ સ્થાઇ થયેલા અભિલાષ ઘોડા દ્વારા વર્ષ ૧૯૮૫ માં કલા પ્રવૃત્તિઓ, ફીલ્મ અને ટેલિવિઝન શો નિર્માણ, ઈવેન્ટ મેનેજમેન્ટ અને મીડીયા મેનેજમેન્ટ જેવી પ્રવૃત્તિઓ ને સાંકળી તીહાઇ- ધ મ્યુઝિક પીપલ નામથી એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી.
આ સંસ્થા દ્વારા ગુજરાત સરકારના માહીતી વિભાગ માટે અનેક દસ્તાવેજી ફીલ્મો, દુરદર્શન અમદાવાદ માટે અનેક ટેલિવિઝન શ્રેણીઓ, ભારત સરકાર અને ગુજરાત સરકાર ના મોટા ગજાના સાંસ્કૃતિક કાર્યક્રમો, અનેક ગુજરાતી ફીલ્મો ના નિર્માણ, પ્રચાર - પ્રસાર, ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડસ ગુજરાતી સહીત અનેક સફળ ઇવેન્ટ ના આયોજન અને મેનેજમેન્ટ કરવામાં આવ્યા.
જનસંપર્ક ની સુઝ ને કારણે અનેક પ્રીન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડીયા હાઉસ સાથે તીહાઇ - ધ મ્યુઝિક પીપલ ના સ્થાપક અભિલાષ ઘોડા ગાઢ સંબંધો બનાવી શક્યા છે.
પોતાની કલાકારો પ્રત્યેની લાગણી ને કારણે કોવિડ કાળ દરમ્યાન ગુજરાતના જરૂરિયાતમંદ કલાકારોને અભિલાષ ઘોડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી મદદને આજે પણ એ કલાકારો યાદ કરે છે.
આજે પણ રાજ્ય સરકાર દ્વારા યોજાતા મોટા મોટા ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માં અભિલાષ ઘોડાની તીહાઇ સંસ્થાના બહોળા અનુભવનો લાભ અનેક વખત લેવામાં આવે છે.
અભિલાષ ઘોડાની કલા પ્રવૃત્તિઓ ની નોંધ લઇને ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ શહેર સાંસ્કૃતિક સેલના કન્વીનર ની જવાબદારી અભિલાષ ઘોડાને સોંપી છે.
તારીખ ૨૭ એપ્રીલ, ૨૦૨૫ ના રોજ, વર્ષ ૧૯૮૫ માં જેની સ્થાપના થઇ તેવી અભિલાષ ઘોડાની કલાસંસ્થા તીહાઇ - ધ મ્યુઝિક પીપલ ૪૦ વર્ષ પુર્ણ કરે છે તે બદલ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સહીત કલાજગત, સાહિત્ય જગત અને મીડીયા જગતના અનેક દિગ્ગજો એ પત્ર અને વિડીયો સંદેશ દ્વારા અભિનંદન આપ્યા છે.