મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યની નવી પ્રવાસન નીતિની જાહેરાત કરી છે. આ મામલે મુખ્યમંત્રી તરફથી અનેક જાહેરાત કરવામાં આવી છે. જેમાં એક મહત્ત્વની જાહેરાત એવી પણ કરવામાં આવી છે કે તાજેતરમાં જેને બ્લુ ફ્લેગ મળ્યો છે તેવા દ્વારકાના શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ આકર્ષિત થાય તે માટે વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવશે. ગોવાની જેમ પર્યટકો ગુજરાતના શિવરાજપુર બીચ ખાતે આવે તેવા પ્રયાસો હાથ ધરાશે. ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા પ્રવાસન નીતિ પાંચ વર્ષ સુધી અમલી રહેશે.