ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં હિમાલયમાંથી વાતા કાતિલ ઠંડા પવનોને કારણે ફરી એકવાર ઠંડીનો ચમકારો શરૂ થયો છે. રવિવારે રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર સહિતનાં રાજ્યોમાં વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની રાજ્યોમાં ગુજરાતનું નલિયા ૫.૧ ડિગ્રી ઠંડી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું હતું. ૨૩ જાન્યુઆરી સુધી પાકિસ્તાન પર છવાયેલું સાઇક્લોનિક સરક્યુલેશન ઉત્તરના કાતિલ પવનોને અટકાવતું હતું પરંતુ હવે તે પૂર્વમાં આગળ વધી જતાં ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં લઘુતમ તાપમાનમાં ૩ થી ૭ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. નલિયાનું લઘુતમ તાપમાન ૧૩.૩ ડિગ્રીથી ઘટીને ૫.૧ ડિગ્રી નોંધાયું હતું.