ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કનોડિયાનું નિધન થયુ છે. મહેશ કનોડિયા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. મહેશ કનોડિયાનું ગાંધીનગરમાં નિધન થયુ છે. મહેશ-નરેશની જોડીએ દેશ વિદેશમાં અનેક મ્યુઝિકલ કાર્યક્રમો આપ્યા છે. મહેશ કનોડિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીક માનવામાં આવતા હતા. તે ત્રણ વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. નરેશ કનોડિયા હાલ કોરોના વાયરસના કારણે દાખલ છે ત્યારે તેમના નિધનની અફવાઓ પણ ઉડી હતી તેવામાં મહેશ કનોડિયાના નિધનના સમાચાર સામે આવતા ગુજરાતી સિને જગતમાં દુખની લાગણી છવાઈ છે.