Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં કુલ રૂ. 370250 કરોડનું સાવ  જ દિશાહીન બજેટ રજૂ કર્યું છે. બજેટના કદમાં રૂ.37785કરોડનો વધારો કરવામાં આવ્યો હોવા છતાં સેમિકન્ડક્ટર્સના ઉત્પાદનનું હબ બનવાની દિશામાંગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે પણ સેમિકન્ડક્ટર્સના ક્ષેત્ર  માટે આ બજેટમાં વિશેષ કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. તેમ જ ટેક્સટાઈલ સહિતના જુદાં જુદાં ઉદ્યોગોને વેગ મળે તેવી વિશેષ જોગવાઈ આ બજેટમાં કરવામાં આવેલી નથી. ઓટોમોબાઈલ  કે પછી ફાર્માસ્યૂટિકલ્સને વેગ આપે તેવી કોઈ જ જોગવાઈ પ્રસ્તુત બજેટમાં કરવામાં આવી નથી. હા, 2025-26 વર્ષના બજેટમાં  માત્ર  મૂડી ખર્ચમાં 40 ટકાનો કદાવર  વધારો કરવામાં આવ્યો છે. આ  ફાળવણી પાછળ પણ રાજકીય ગણિતો  હોવાનું દેખાઈ રહ્યું છે. હા, આજે રજૂ કરવામાં આવેલા  બજેટમાં ગુજરાતની પ્રજાને રૂ. 148 કરોડની નજીવી વેરારાહત આપવામાં આવી છે. પ્રજા પર કોઈ જ નવા વેરાનો બોજ નાખવામાં આવ્યો નથી. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ