ગુજરાત રાજ્યના વહીવટ માટે ડાહી ડાહી વાતો કરવામાં આવે છે. રાજ્યને વિકાસના મોડલ તરીકે પોખવામાં આવે છે. ગુજરાતના વિકાસના મોડલની પોલ ઉઘાડી વિધાનસભાના ચોમાસાના સત્રમાં પડી છે. જેમાં આંકડા રજૂ થયા છે. તેમાં ગુજરાતમાં 2018નાં વર્ષમાં વર્ગ-1 (ક્લાસ વન) અધિકારીઓ મોટા પ્રમાણમાં લાંચ લેતા ઝડપાયા છે તેવી વિગતો બહાર આવી છે.
વર્ગ ત્રણનાં 337 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયાં હતાં.
ગુજરાત રાજ્ય સરકાર વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ મુજબ, 2018નાં વર્ષમાં ભ્રષ્ટાચાર વિરોધી દળે (ACB)એ વર્ગ એકનાં 32 અધિકારીઓને લાંચ લેતા ઝડપ્યા તેવી ચોકાવનારી વિગત બહાર આવી છે. આ આંકડાઓ મુજબ, એસ.સી.બીએ વર્ષ 2018માં ફૂલ 729 આરોપીઓને પકડ્યા. જેમાં વર્ગ-2ના 91 અધિકારીઓ હતા. આ જ વર્ષ દરમિયાન વર્ગ ત્રણનાં 337 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયાં હતાં.
તકેદારી આયોગ દ્વારા વર્ગ એકના 41 અધિકારીઓને પેંશનકાપની સજા કરવામાં આવી
સૌથી અગત્યની વાત છે કે ACBએ વર્ષ 2018માં 256 ખાનગી વ્યક્તિને લાંચના કેસમાં પકડ્યા હતા. ગુજરાત સરકારમાં વર્ગ એકના અધિકારીઓ વિરુદ્ધ કુલ 72 ફરિયાદ મળેલ છે.
સરકારે વિધાનસભામાં જણાવ્યું કે, વર્ગ એકના 72 પૈકી 3 અધિકારીઓને મોટી સજા કરવામાં આવી. તકેદારી આયોગ દ્વારા વર્ગ એકના 41 અધિકારીઓને પેંશનકાપની સજા કરવામાં આવી.વર્ગ એકના 28 અધિકારીઓને ગૌણ સજા કરવામાં આવી.
સરકારને વર્ગ બેના 63 અધિકારીઓ સામે ફરિયાદ મળી છે
સરકારને વર્ગ બેના 63 અધિકારીઓ સામે ફરિયાદ મળી છે. આ 63 ફરિયાદો પૈકી વર્ગ બેના 4 અધિકારીઓને મોટી સજા કરવામાં આવી અને 29 અધિકારીઓને પેંશનકાપની સજા કરવામાં આવી. વર્ગ બેના 30 અધિકારીઓને ગૌણ સેવા તકેદારી આયોગ દ્વારા કરાઈ. આ જ રીતે, વર્ગ ત્રણના 5 અધિકારીઓને મોટી સજા કરાઈ છે. વર્ગ ત્રણના 16 અધિકારીઓને પેંશનકાપની સજા કરવામાં આવી હતી.