આલિયા ભટ્ટની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘RRR’એ ઘણી ચર્ચા જગાવી છે. આ ફિલ્મ એ આલિયા ભટ્ટ અને અજય દેવગણ માટે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફર્સ્ટ ડેબ્યુ ફિલ્મ છે. ‘RRR’ ફિલ્મને ભારતભરમાંથી દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મની શરૂઆતમાં જે ગીત છે, તેમાં પોતાનો સુરીલો અવાજ ગુજરાતની આ દીકરીએ આપ્યો છે.
હાલમાં RRR ફિલ્મ દક્ષિણ ભારત સહિત દેશભરમાં હિટ થઈ રહી છે. ‘બાહુબલી’ ફેમ ડિરેક્ટર એસ.એસ.રાજામૌલી ફરી એકવાર દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યા છે. 25 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ લોકોને પસંદ આવી રહી છે. તેમજ દર્શકોમાં પણ આ ફિલ્મને નિહાળવાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ફિલ્મની સફળતા પાછળ એક ગુજરાતી 15 વર્ષીય રાગ પટેલનો પણ પરિશ્રમ છે.
ગુજરાતની આ સ્વર કોકિલાએ ફિલ્મની શરૂઆતમાં જ શાનદાર ગીત ગાયું છે. જે દર્શકોને ખુબજ પસંદ આવી રહ્યું છે. રાગ પટેલે થિયેટરમાં ફિલ્મ જોવાની સાથે જ પોતાના જ મધૂર સ્વરને પણ માણ્યો હતો. મૂળ અમદાવાદની રાગ પટેલ જ્યારે પણ કોઈ ગીત ગાતી હતી ત્યારે ઘણા લોકોએ કહ્યું કે તેણે ફિલ્મમાં પણ ગાવું જોઈએ. આજે આ વાત ચમત્કારિક રીતે સફળ થઇ રહી છે. તાજેતરમાં રાગ પટેલને ફિલ્મ ડેબ્યૂમાં સફળતા મળી છે અને એ પણ બીજી કોઈ નહીં પરંતુ RRR જેવી બિગ બજેટ ફિલ્મમાં. આ ખુબ જ ગૌરવપ્રદ બાબત છે.