વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. વર્ષ 2022માં 13 કરોડથી વધુ પર્યટકોએ ગુજરાતની મુલાકાત લીધી છે. કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયે (Ministry of Tourism) આ આંકડા જાહેર કર્યા છે. ઇન્ડિય ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ-2023 (Indian Tourism Statistics) દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાત વિદેશી પ્રવાસીઓની મુલાકાતમાં પણ અવ્વલ રહ્યુ છે.