ગુજરાતમાં (Gujarat)મકરસંક્રાંતિના (Uttarayan)પર્વ પર 108 એમ્બ્યુલન્સ (108 Ambulance)સતત દોડતી રહી હતી. 108ને 4947 જેટલા ઈમરજન્સી કૉલ મળ્યા હતા. જે ગત વર્ષે આજ સમયગાળાની સરખામણીમાં 345 વધુ છે. આ દરમિયાન આજે પતંગની દોરીથી ગળું કપાઈ જવા ધાબા પરથી પડી જવા,પતંગ લૂંટવા જતા અકસ્માત જેવા અલગ-અલગ બનાવોમાં બાળકો સહિત અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે