Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત રમખાણો મામલે ગુજરાત સરકાર ને અસ્થિર કરવા માટેના ષડયંત્રમાં એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડ  સામેલ હોવાનો આક્ષેપ ગુજરાત પોલીસે (Gujarat Police) કર્યો છે. ગુજરાત SITએ 2002નાં ગુજરાત રમખાણોને લઈને સોગંદનામામાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ વિરુદ્ધ મોટો ઘટસ્ફોટ કર્યો છે. SITનું કહેવું છે કે તિસ્તાને ગુજરાત સરકારને બદનામ કરવા માટે 2002માં કોંગ્રેસ પાસેથી ફંડ મળ્યું હતું. SIT એફિડેવિટ અનુસાર, કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલના આદેશ પર સેતલવાડને એક વખત 5 લાખ અને એકવાર 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ગુજરાત રમખાણોના કેસમાં જેલમાં બંધ તિસ્તા વતી દાખલ કરવામાં આવેલી જામીન અરજીનો વિરોધ કરતા SITએ આ જણાવ્યું હતું. જેના પગલે ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
હવે આ મામલે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું છે કે, તિસ્તા ગેંગ અને કોંગ્રેસે શરમ નેવે મુકી દીધી છે. ભાજપને બદનામ કરવા 30 લાખ રુપિયાનો હપ્તો આપ્યો હતો. SCના જજમેન્ટના આધારે રાજ્ય સરકારે જે SIT રચી છે તેને જ પોતાના સોગંધનામામાં આ વાત જણાવી છે. જેથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસે શરમ નેવે મુકી કાવતરુ ઘડ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ