2002ના રમખાણો મામલે ગુજરાત સરકાર ને અસ્થિર કરવા માટેના ષડયંત્રમાં એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડ સામેલ હોવાનો આક્ષેપ ગુજરાત પોલીસે કર્યો છે. ગુજરાત પોલીસે શુક્રવારે એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો હતો કે, તીસ્તા સેતલવાડ 2002ના રમખાણો બાદ રાજ્યની ભાજપ સરકારને અસ્થિર કરવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના (ahmed patel)ઇશારે રચવામાં આવેલા "મોટા કાવતરા"નો ભાગ હતી. એડિશનલ સેશન્સ જજ ડી.ડી.ઠક્કરે SIT નું સોગંદનામું રેકોર્ડ પર લીધું હતું અને સેતલવાડની જામીન અરજી પરની સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી હતી.