ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેર બાદ રાજ્યના 55 ટકાથી વધુ એટલે 206 જળાશયોમાંથી 115 જળાશયો સંપૂર્ણ 100 ટકા ભરાઈ ગયાં છે. જ્યારે 45 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના 17 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ 20 ડેમમાં 25 થી 50 ટકા વચ્ચે અને 9 ડેમમાં 25 ટકાથી ઓછું પાણીનો સંગ્રહ થયો છે.