જન્માષ્ટમીના પાવન પર્વમાં ગુજરાતમાં મેઘરાજાએ પણ પોતાનો અસલ મીજાજ બતાવતા 246 તાલુકામાં ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. કૃષ્ણ જન્મોત્સવ સાથે મેઘરાજા પણ મન મૂકીને વરસી રહ્યા હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને બફારાનું પ્રમાણ ઓછું થયું છે. આ વર્ષે ચોમાસામાં રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 68 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 97 ટકા વરસાદ પડ્યો હોવાનું જણાયું છે.
આગામી ત્રણ-ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના પણ હવામાન વિભાગે આપી છે. ફ્લડ કંટ્રોલ માટે એનડીઆરએફની ચાર ટીમોને રાજ્યના જુદા જુદા ભાગોમાં તૈનાત કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર-સોમનાથ, રાજુલા, અમરેલી, બોટાક, રાજકોટ, ભાવનગર મોરબી સહિતના પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે.