વરસાદની સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 206 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો અને સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. સૌથી વધુ ગીર-સોમનાથના સુત્રાપાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વેરાવળમાં 5.8 ઈંચ, ગોંડલમાં 5.6 ઈંચ, માણાવદર અને બાબરામાં 5.2 ઈંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.