ગુજરાતમાં આજે રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે જેમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો દ્વારા મતદાન થઈ રહ્યુ છે ત્યારે CM રૂપાણી પણ મત આપવા પહોંચ્યા હતા. રાજ્યસભાની ચૂંટણીને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપતા જણાવ્યું કે, “કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે ચૂંટણી રદ કરાવવા માટે સુપ્રિમ કોર્ટમાં ગઇ હતી. બાકી જીત મળતી હોય તો પરેશ ભાઈને સુપ્રિમ કોર્ટ જવાની શું જરૂર પડી? ભાજપનાં ત્રણેય ઉમેદાવારોની જીત નિશ્ચિત છે. ભાજપનાં ધારાસભ્યો એક છે. વિકાસનાં કાર્યોનાં કારણે છોટુભાઈનાં મત પણ અમને મળશે. છોટુ વસાવા આદિવાસી નેતા છે. ભાજપે આદિવાસીઓ માટે ઘણા કામ કર્યા છે. BTPનાં મત પણ ભાજપને જ મળશે.”