રાજ્યસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા ક્રોસ વોટિંગ કરાવાની પ્રબળ શક્યતા વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવવાની વેતરણમાં લાગી ગઈ છે. જો કે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જાઈ છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા અને ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે રાજીનામા આપ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, જેને પગલે આવતીકાલે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ સત્તાવાર જાહેરાત કરશે.