રાજ્યસભાની ચૂંટણીને લઇ કોંગ્રસમાં ઘમાસાણ મચ્યું છે. એક બાજુ કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે અને બાકીના ધારાસભ્યોને તૂટવાના બીકે ગુજરાતની બહાર રાજસ્થાનના જયપુરના રિસોર્ટમાં લઇ જવાયા છે. ત્યારે બીજી તરફ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહને હાઈકમાન્ડનું તેડું આવ્યુ છે. બંનેને દિલ્હી બોલાવાયા છે. કોંગ્રેસને ભાજપે ચૂંટણી પહેલા જ હરાવી હોય તેવા હાલ કરી દીધા છે. રીતસર પોતે 3 ઉમેદવારો મેદાને ઉતારીને કોંગ્રેસને 1 ઉમેદવાર પાછો ખેંચવા મજબૂર કર્યા છે. ત્યારે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડ ભરતસિંહ સોલંકીને ફોર્મ પાછું ખેંચવા માટે કહી શકે છે. વળી, એવી પણ માહિતી મળી રહી છે કે ભરતસિંહ ટસના મસ થવા તૈયાર નથી. ત્યારે હવે જોવું રહ્યું કે કોંગ્રેસના આ બે ઉમેદવાર પૈકી કોણ પોતાનું ફોર્મ પાછું ખેંચે છે.