ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આજે સવારથી અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદના ઝાંપટા પણ પડ્યા છે. આમ અમદાવાદવાસીઓને ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા સહિતના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ મુજબ, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.