રાહુલ ગાંધી (Rahul Gandhi)ની આગેવાની હેઠળ આગળ વધી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા હાલ ગુજરાતમાં છે. આજે યાત્રાનો ગુજરાતમાં છેલ્લો દિવસ હતો, જોકે યાત્રા પર ફરી એક વાર બ્રેક લાગી ગઈ છે. કોંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા જયરામ રમેશે (Jairam Ramesh) કહ્યું કે, રાહુલ ગાંધી દિલ્હી જવાના હોવાથી યાત્રા 11 માર્ચે વિશ્રામ કરશે. તેમણે ખડગે-રાહુલના આગામી કાર્યકર્મો અંગે પણ માહિતી આપી હતી.