ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસની સાથે જ પ્રદેશ ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયુ છે. પ્રદેશ પ્રભારીની હાજરીમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપના કોર ગ્રૂપ અને મહામંત્રીઓની હાજરીમાં કોરોના મહામારીની બીજી લહેર બાદ સંગઠન અને સરકારલક્ષી કામગીરી અંગે મનોમંથન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ બેઠકમાં કોરોના દરમ્યાન સરકાર અને સંગઠન દ્વારા કરવામાં આવેલ કામ અને તેની અસરો વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીનો રોડ મેપ તૈયાર કરવાની વાત પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.