ગુજરાતમાં દારુબંધીના દંભને ખુલ્લો પાડતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો. કાયદા કડક થયા, પણ પાલન કરાવનારા જ ભળેલા છે તેનું શું ? રાજકોટ ગ્રામ્યના પોલીસવાળા વાનમાં પાર્ટી કરતાં પકડાયાનો કિસ્સો તાજો છે ત્યારે વલસાડમાં ASI દારુની ખેપ મારતા ઝડપાયા. પોલીસ હેડક્વાર્ટરમાં ફરજરત જ્યંતિ પટેલ નામના આ પોલીસકર્મીની કારમાંથી 49 હજારનો વિદેશી દારુ જપ્ત કરાયો.સાથે 1.20 લાખની રોકડ પણ મળી.