Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાંધીનગરના ઈન્ફોસિટી, અને અડાલજમાં 2 લોકોની માથામાં ગોળી મારીને હત્યા કરનારા સાઈકો કિલરને આખરે પકડી લેવામાં આવ્યો છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા આ મોનિશ માલી નામના સાઈકો કિલરની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સિરિયલ કિલર છેલ્લા 1 વર્ષથી ભાગતો ફરતો હતો અને તેના માથે 2 લાખ રુપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. 

આ કિલરનો હત્યા પાછળનો ઈરાદો શું હતું અને તેણે શા માટે લોકોને નિશાન બનાવ્યા તે અંગેની મહત્વની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે આ ઝડપાયેલા સાઈકો કિલરની અજ્ઞાત સ્થળે પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ અંગે 12 વાગ્યાની આસપાસ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને મોટા ખુલાસા કરવામાં આવી શકે છે. આ આરોપી ચોરીની ગનનો ઉપયોગ કરીને હત્યા કરતો હતો. 

મોનિશ માલી નામનો હત્યારાએ અત્યાર સુધીમાં ઈન્ફોસિટીમાં એક અને અડાલજમાં 2 એમ ત્રણ હત્યા કરી હતી જેમાં તે એકલા ફરતા વ્યક્તિઓને માથામાં ગોળી મારીને ફરાર થઈ જતો હતો. પોલીસે મોનિશની તપાસ કરી જેમાં એક CCTV ફૂટેજમાં તે આછો પાતળો કેદ થયો હતો જે બાદ તેનો સ્કેચ બનાવીને તપાસ શરુ કરાઈ હતી અને આ માટે ગુજરાત પોલીસની વિવિધ ટીમોની સાથે ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ટીમો, ATS પણ કામે લાગ્યા હતા. જેમાં આજે સવારે સફળતા મળી છે. સાઈકો કિલરને ATS ટીમ દ્વારા સવારે 5 વાગ્યે સરખેજમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. હવે તેની પૂછપરછ કર્યા બાદ તે માહિતી સામે આવશે તે તમામને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ