સોમનાથમાં 30 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથમાં નવા સર્કિટ હાઉસના ઉદ્ઘાટન સમયે સંબોધનની શરૂઆત 'જય સોમનાથ'થી કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વર્ચ્યુઅલી જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું હતું કે, ભગવાન સોમનાથની આરાધાનામાં આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, भक्तिप्रदानाय कृतावतारं तं सोमनाथं शरणं प्रपद्ये એટલે ભગવાન સોમનાથની કૃપા અવતીરણ હોય છે. હું આ વિકાસ કાર્યને દાદાની કૃપા માનું છું. થોડા સમય પહેલા અહીં અનેક વિવિધ વિકાસ કામના લોકાર્પણ થયા હતા. મંદિરની નજીક સર્કિટ હાઉસ બનતા અનેક લોકોને લાભ મળશે. જે સંજોગોમાં સોમનાથ મંદિરનો નાશ થયો હતો અને જે સંજોગોમાં સરદાર પટેલના પ્રયાસોથી મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો તે બંનેમાં આપણા માટે મોટો સંદેશ છે.