પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પો ઉપર એર સ્ટ્રાઇક કર્યા બાદ દિલ્હી, મુંબઇ, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સરહદ સાથે જોડાયેલા રાજસ્થાન, પંજાબ અને ગુજરાતને સતર્ક રહેવાના ATSએ મૌખિક નિર્દેશ આપવામાં આવ્યાં છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખતા રાજ્યના સીએમ વિજય રૂપાણીએ ATS, ગુપ્ત બ્યુરો અને સરહદવર્તી વિસ્તારોના આઇજી અને ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે.
ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે અગાઉની જેમ જૈશ-એ-મોહમ્મદ પ્રતિકાત્મક કાર્યવાહી કરી શકે છે કારણ કે વાયુસેનાની એર સ્ટ્રાઇકમાં મસૂદ અઝહરના ઘણાં સંબંધી માર્યા ગયાના અહેવાલ છે. LOC ઉપર પણ ચોકસાઇ વધારી દેવામાં આવી છે અને બીએસએફને આગામી ત્રણ દિવસ સુધી ખાસ સાવચેત રહેવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે.