રાજકોટમાં સવારે 9 કલાકથી શરુ થયેલી મતગણતરીમાં વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ જંગી બહુમતીથી ચૂંટાઈ છે. સવારે 10.15 કલાક સુધીમાં વોર્ડ નં.9ની મત ગણતરી પૂર્ણતાના આરે હતી. ત્યારથી જ વિરાણી હાઈસ્કૂલ બહાર ભાજપના સમર્થકો ઉમટી પડ્યા હતા અને વિજય સરઘસની તૈયારીઓ શરુ થઈ ચુકી હતી.
નેહલ શુકલનો જંગી બહુમતીથી વિજય થતા કશ્યપ શુકલની આંખોમાં હર્ષાશ્રુ છલકી પડ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર દેવાંગ માંકડ પણ રડી પડયા હતા. તેમણે તેમના માતુશ્રીના ટેલિફોનિક આશીર્વાદ પણ લીધા હતા.