આજે રાજ્યના છ મહાનગરો અમદાવાદ રાજકોટ વડોદરા , સુરત ભાવનગર અને જામનગરનીપાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યની તમામ છ મહાનગર પાલિકામાં કેસરિયો લહેરાઈ રહ્યો છે. દરમિયાન રાજ્યના જામનગરમાંથી એક ચોંકાવનારા પરિણામો આવ્યા છે. અહીંયા ભાજપ અને કૉંગ્રેસને હરાવીને વોર્ડ નંબર છમાં માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીના ત્રણ ઉમેદવારો જીત્યા છે.
જામનગરના વોર્ડ નંબર છમાં બહુજન સમાજવાદી પાર્ટીના ફુકરાન સેખ, જ્યોતિ ભારવડિયા, રાહુલ બોરીચાનો વિજય થયો છે. આ સાથે ભાજપની પેનલમાંથી જયુબા ઝાલાનો વિજય થયો છે. આમ ભાજપ અને કોંગ્રેસને કચડીને બહુજન સમાજવાદી પાર્ટીના હાથીએ સવારી કાઢી છે.