સમગ્ર રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં માસ્ક વિના આવેલા રાજ્ય સરકારના પ્રધાન ઇશ્વરસિંહ પટેલને 200 રૂપિયા દંડ ભરવો પડ્યો છે. આજે કેબિનેટ બેઠકમાં આવ્યા ત્યારે તેઓએ માસ્ક નહોતું પહેર્યું.
ગાંધીનગર કોર્પોરેશને રાજય સરકારના પ્રધાન ઇશ્વરસિંહ પટેલ પાસેથી 200 રૂપિયા દંડ વસૂલ્યો હતો. જોકે બાદમાં ઈશ્વરસિંહે આ અંગે કહ્યું કે, માસ્ક નહીં પહેરવાનો મારો કોઈ ઈરાદો ન હતો. શરતચૂકથી માસ્ક પહેરવાનું રહી ગયું જેનું દુઃખ છે... CMએ ધ્યાન દોર્યુ, મારી ભૂલ સમજાઈ એટલે દંડ પણ ભર્યો.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન મુજબ જો કોઇ વ્યક્તિ માસ્ક વગર બહાર નીકળશે તો તેઓને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.