ગુજરાતમાં 116% કરતા વધારે વરસાદ પડી ચૂક્યો છે. વરસાદના કારણે ગુજરાતના ડેમ, તળાવો અને નદીઓ પાણીથી છલકાઈ ગયા છે. જોકે, હજુ પણ ગુજરાત પર ચોમાસું સક્રિય હોવાના કારણે કેટલીક જગ્યા પર ભારે તો કેટલીક જગ્યાઓ પર હળવો વરસાદ પડી રહ્યો છે અને આવનારા 48 કલાક દરમિયાન હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
મધ્ય પ્રદેશ પર સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમના કારણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ લો-પ્રેશર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાતના વલસાડ, ભરૂચ સહીતના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના બોટાદ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને ભાવનગરના કેટલાક વિસ્તારો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો 15 સપ્ટેમ્બર રોજ અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.