Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાત વિધાનસભા ચૂંટણી-2017ના પરિણામો 18 ડિસે.ના રોજ જાહેર થશે. 9 અને 14 ડિસે.ના રોજ બે તબક્કામાં 182 બેઠકો માટે મતદાન યોજાઇ ગયું. અને હવે ગુજરાતના સાડા છ કરોડની પ્રજા સહિત સમગ્ર દેશના લોકો અને જેમને રાજકારણમાં રસ છે તે સૌ કોઇની નજર હવે પરિણામ દિવસ 18 ડિસે. પર છે. ઇતિહાસના પાને 18 ડિસે.નો રોજ બનેલી મુખ્ય ઘટનાઓ પર જો એક ગૂગલીયા વાળી નજર નાંખીએ તો આ ઘટનાઓ બની છે 18 ડિસેમ્બરના રોજ....

    -18 ડિસે.1898ના રોજ ઓટોમોબાઇલ ક્ષેત્રે 39 માઇલ પ્રતિ કલાક એટલે કે કિ.મી.માં ગણીએ તો 63 -કિ.મી.ની ઝડપ પ્રતિ કલાકની મેળવાઇ....

    -18 ડિસે.2004માં ભારતના પૂર્વ દરિયા કાંઠા સહિત 13 દેશોમાં વિનાશક ત્સુનામીનું તાંડવ સર્જાયું. 2.16 લાખ લોકો માર્યા ગયા...

    -18 ડિસે.1997ના રોજ અમેરિકામાં “ટાઇટેનિક” ફિલ્મ રજૂ થઇ...

    -18 ડિસે.2009ના રોજ જેમ્સ કેમરોનની ફિલ્મ “અવતાર” રજૂ થઇ...

    ઇતિહાસમાં આ ઘટનાઓ નોંધાયેલી છે પરંતુ 18 ડિસે. 2017ના રોજ જ્યારે ગુજરાત વિધાનસભાના પરિણામો જાહેર થશે ત્યારે શું થશે..? કઇ ઐતિહાસિક ઘટનાઓ બનશે?

    એક) -ક્યા પક્ષને 63 બેઠકો મળશે- કોંગ્રેસ કે ભાજપને.....?!!

    બે) – ગુજરાત પરિણામ બાદ કોનો નવો “અવતાર” થશે- રાહુલ ગાંધીનો, કોંગ્રેસનો કે વિપક્ષ તરીકે ભાજપ નવા અવતારમાં જોવા મળશે?

    ત્રણ) -પરિણામ બાદ “ટાઇટેનિક”ની જળ સમાધિની જેમ ક્યો પક્ષ અને ક્યો ઉમેદવાર કે ઉમેદવારો પરિણામરૂપી સાગરમાં ગરકાવ થઇ જશે?

    ચાર) - 2004માં આવેલી ત્સુનામીમાં જેમ કેટલાય ઉડી ગયા, ડૂબી ગયા, ફેંકાઇ ગયા તેમ ચૂંટણી-2017ના પરિણામની ત્સુનામીમાં કોણ ડૂબશે- કોણ તરશે, કોણ ફેંકાઇ જશે-કોણ ઉડી જશે....?

    ટૂંકસાર એ છે કે 18 ડિસે. 2017ના રોજ પરિણામ જાહેર થયા બાદ અવતાર....ટાઇટેનિક.... અને ત્સુનામીના દિલધડક દ્રશ્યો મતગણતરી સ્થળોની અંદર અને બહાર તથા શ્રી કમલમ્ , રાજીવ ગાંધી ભવન અને પીએમઓમાં જોવા મળશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ